વરસાદ...

અને કાલે આખી રાત વરસ્યો છે આ વરસાદ, 
ખબર નહીં શું કહેવા માંગે છે આ વરસાદ ?

આમ તો છે લાગણીઓનાં ગૂંચવાડા બહુ,
પણ એકમેકને તાંતણે બાંધે છે આ વરસાદ.

ચાહુ છું...

 હાલ કોઈ પુછે તો હસીને કહુ છું,
મસ્ત છે જીંદગી ને મસ્તીમાં રહુ છું..
કરતા ફરિયાદો જે અહીંતહીં લોકોને,
એનાથી હું હમેશા દુર જ રહુ છું.....
ક્યાં લઈ શકે છે કોઈ કોઈના દુઃખ,
એટલેજ એને હું ચુપચાપ સહુ છું.....
વહેંચવાને સુખ આ ઉપવન પડે નાનું,
ફેલાવી હાથ આસપાસ સૌ ને ચાહુ છું...

બા'રે મેઘા થયા ખાંગા...

સમી સાંજે વધ્યો ઉકરાટ ને આવી કંઈ મેઘ-સવારી

ઝરમર ડગ ભરતી પછી જામી પડી સાંબેલા-ધારી

ભાં-ભાં કરતા ભાંભરે ઢોર, માથેથી છાર ભીંજાણી


ખાડા-ખામડા ને ગમાણ વાસીંદા આખા પાણીપાણી

એક ઢાકું તો બીજુ પલળે, કામ ની ધોધમાર મારામારી

બા'રે મેઘા થયા ખાંગા ભીતર ખટપટીયા નેવા ચૂંવે


દિવડી બધી હવાય ગઈ તો મૂઈ વિજુડી ઘરમાં જુવે

બીતા બીતા જાગુ એકલી, આ વરસાદી રાત બહુ ભારી

આ ગીત "અલગ" માં ૧૬-૬-૧૯૯૮ માં પ્રકાશિત થયુ હતુ. 

મૈત્રી અને પ્રેમ

સતત બૉલ્યા કરે તૅ મૈત્રી,
નૅ ચૂપ રહે તે પ્રેમ.
હાથ પકડી ને ચાલે તૅ મૈત્રી,
નૅ આખૉં મા નીરખ્યા કરવુ તે પ્રેમ.
મીત્ર ને વહેચવાની વસ્તુ તૅ મૈત્રી,
નૅ પૉતામા છુપાવાની વસ્તુ તે પ્રેમ.
મીલન કરાવે તે મૈત્રી,
ને જુદાઈ સતાવે તે પ્રેમ.
હસાવે તે મૈત્રી,
ને રડાવે તે પ્રેમ.
છતા ખબર નથી પડતી મનૅ કૅ,
લૉકૉ મૈત્રી છૉડીને શામાટે કરેછે પ્રેમ..???

શી જરુર?

પતંગીયુ બની ઉડે હૈયું ગગન માં
પછી પાંખો ની
શી જરુર?
મન મક્કમ જો દરિયો તરવા
પછી વહાણ ની શૂ જરુર?
રેલાય જો
અમ્રુત એક ઝાકળ તણા બુંદ થી જ
તો સરોવર અને સરિતા ની શી જરુર?
ફુટે જો પાનખર માં પણ કુપણ તો વસંતની શી જરુર?
લાગણી ભીના સબંધો હોય તો
“શબ્દો” ની શી જરુર?

ગુજરાતી

 કેટલાક લોકો એમની આખી જીંદગી 'ઇન્ટેલિજન્ટ' થવા પાછળ ખરચી નાંખે છે, જયારે
અમુક લોકો જન્મથી જ 'ગુજરાતી' હોય છે....

ભીંજવી ગયો ધરતીને....

મલપતિ ચાલે રાતે આવીને અચાનક મેઘ 
ભીંજવી ગયો ધરતીને જે હતી કોરીકાટ

જો તો ખરી ધરતીએ કેવા ધીંગા રૂપ ધર્યા
અધરોમાં છલક્યા શબનમી ખુશીના જામ 

લીલા રૂપને જોઇને આંખોમા જોબન છલકે
મલકે ને ટહુકે દિલડાના મોર એક સામટા

જોબનની જાણે લાગી કુંપળૉની વણજાર
ઘટાટોપ ઝાડને જાણે લાગી નવી રંગત

ફુટી નીકળી છે તકદીરની તકરીર કરતી
લીલા ઘાસની મજલીસો જયા જુઓ ત્યાં

ફુલોને પાનને જાણે લાગ્યો જવાનીનો રંગ
સુહાગરાત પછી નવોઢાના જાણે નવા રંગ

ધોળા દેખાતા વનફુલો બની ગયા લાલચોળ
સુકાયેલી નસોમાંથી જાણે પાનખર ગાયબ

નમણી નવલલિતા કેરી મહેકે છે હવા સારી
નાજુક નાજુક પાંદડી ફરકે હસીનાની લટ કેરી

વરસી ગયો ઓળધોળ થઇને વિલાસી મેઘો
નવપલ્લિત કરી ગયો સાગર પેહેલા નદીઓને

જ્યાં સમય એવો આવશે...

જ્યાં સમય એવો આવશે જે આપણો જ હશે
રોકાશે સમય ત્યારે વિસામે જ્યારે એ થાકશે.

ક્ષરને અક્ષરોમાં કંડારવાની મથામણ કરીયે
કંયાં સુધી અક્ષરો આંમ આંસુની જેમ રેલાશે...

હુ કવી છુ...

હુ કવી છુ કયાંય પણ જીવવાની તક અપો મને
ફરશ જો ના આપવી હોય તો ફલક આપો મને
બાગમા રેહવુ તમારે મારે સહારા મા જવુ
ફુલ આપ રાખી લો એની મહેક આપો મને....

વાત વાત માં..

વાત વાત માં કેટલીયે વાત થઇ ગઇ
એક નવા સંબંધની શરુઆત થઇ ગઇ

વરસો જુની તે સોગંદ આજે તુટી ગઇ
ફરી વાર પ્રેમની રજુઆત થઇ ગઇ

આંખોથી આંખો મળી ક્યારે ખ્યાલ નથી
પણ દિલ થી દિલ સુધીની રાહ થઇ ગઇ

અમે એકમેકમાં હજી ખુલાસો કર્યો નથી
અને શરુ ગામની પારકી પંચાત થઇ ગઇ

એ હતા ત્યાં સુધી જ રોશની રહી શકી
તેઓ ગયાને "ઉમંગ"ની રાત થઇ ગઇ..

એક તો તારો મને પર્યાય દેખાતો નથી..

એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
ને ઉપરથી તું સરળતાથી અહીં, મળતો નથી.

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

ફૂંક મારીને તું હવાને આટલી દોડાવ ના,
ધૂળ છે કે મ્હેંક, એનો ભેદ પરખાતો નથી.

એક માણસ ક્યારનો આંસુ લૂંછે છે બાંયથી,
આપણાથી તો ય ત્યાં રૂમાલ દેવાતો નથી.

ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે,
વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી ?

ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા,
એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી.

તારી હથેળી માં....

મારા હાથની હથેળીની રેખાઓ ને જોઇને…
એક જ્યોતીષી એ કહ્યુ હતું કે…
સર્વ સુખ લખાયેલા છે… તારી હથેળી માં..
છતાં યે…હું… તુજને પામી ના શક્યો…
કદાચ મારો વિરહ લખ્યો હશે તારી હથેળી માં....

ખુશ્બુ ની જેમ એ આવ્યા....

ખુશ્બુ ની જેમ એ આવ્યા તેજ હવામાં
જેને માંગ્યા હતા મે દીલની દુવામા
તુ છત પર ન આવી હુ ઘેર થી ન નીકળ્યો
ચાંદે ઘણી રાહ જોઇ સાવન ની ઘટામાં...

અઢી અક્ષરનું ચોમાસું...

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે; ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે! 

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ, બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ...


ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે, ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!
ચાર અક્ષરના ધોધમારમાં છ્લબલ આપણાં ફળિયાં; આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં! 


ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ? ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

શોધવા નિકળ્યા...

યાદો ની નાવ લઈને નિકળ્યા દરિયા મા,પ્રેમ ના એક ટિપા માટે નિકળ્યા વરસાદ મા,ખબર છે મળવાનો નથી એમનો સાથ સફર મા,છતાં ચાંદ ને શોધવા નિકળ્યા અમાસ મા....

કો’ક ને !

 શૂળીએ કોક ચડે અને સત્તા કો’ક ને !મરે છે કો’ક અને મહત્તા કો’ક ને !ઈશ્વરેય લાચાર આ આદમી પાસેમત્તા છે કો’ક ની અને ખત્તા કો’ક ને !

તો કહેવાય નહીઁ...

બુઢ્ઢીઓ પણ બ્યુટી પાર્લરમા જતી થઈ ગઈછે હવે,
ઘોડી ઘરડી ને લગામલાલ પહેરાવી દે તો કહેવાય નહીઁ.

લાજ રાખવા એ ઘડપણની આપણી સાચે ‘વફા’
મ્રુત્યુ પહેલાઁ જ મિત્રો દફનાવી દે તો કહેવાય નહીઁ

તો કહેવાય નહીઁ...

ચાઁદ હથેળીમા બતલાવી દે તો કહેવાય નહીઁ..
ઈદ પહેલાઁ જ ઈદ કરાવી દે તો કહેવાય નહીઁ.

આમતો હજરતે શેખ પર ભરોસો છે સો ટકા,
પરણેલી સાથે પરણાવી દે તો કહેવાય નહીઁ

કંઇ કહેવાય નહીં...

પ્રણયમાં હજીયે મળે છે મને એક એની ઉપેક્ષાનું દર્દ,
એના બારણા પણ ક્યારે એ વાસી દે કંઇ કહેવાય નહીં.

જીવનની આ અશોકવાટિકા ત્રિજટાવિહોણી થઇ છે હવે,
અશોક પણ ક્યારે સીતાને દઇ દે અંગાર, કહેવાય નહીં....

આંખનો દોષ...

એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી
દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહીં

આંખનો દોષ ગણે છે બધા દીલને બદલે
ચોર નિર્દોષ ઠરી જાય તો કહેવાય નહીં

પવન કહેતો હતો .......

પવન કહેતો હતો કાનમાં ચમેલીને,
બહુજ સસ્તી બની ગઈ સુગંધ ફેલાવીને

પવન કહેતો હતો કાનમાં રાતરાણીને
બહું બિન્દાસ બની ગઇ રોજ રાત્રે ખીલીને...

મંજિલ મળી ગઇ....

સામાં મળ્યા તો એમની નજરો ઢળી 
ગઇરસ્તા મહીં જ આજ તો મંજિલ મળી ગઇ.

સાચે જ મીણ જેવી હતી મારી જિંદગી,
દુઃખનો જરાક તાપ અડ્યો ઓગળી ગઇ....

કહેવાય નહી....

મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહી
 વેદના કામ કરી જાય તો કહેવાય નહી
 આંખથી અસ્રુ ખરી જાય તો કહેવાય નહી 
ધૈર્ય પણ પાણી ફરી જાય તો કહેવાય નહી 
એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી…
 દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહી

વરસાદ

ચાળણી ની જેમ વીંધતો વરસાદ, જયારે શરીર ની આરપાર નીકળતો હતો, ત્યારે આપના અબોલા વખતે છોડેલા વાઘબાણો યાદ આવતા હતા..

ધીંગા વરસાદ

‘આજ નથી જાવું બસ કોઈનાયે કામ પર
ઓલ્યા ધીંગા વરસાદ, તારા નામ પર... !’