કહો, કોની પરવા ?

શરીર સાબૂત હોય
કે સાબૂત ન પણ હોય
પણ મન આ મજબૂત હોય
તો ડરવાનું શું ને પછી કોની પરવા ?
જીવવાનું હોય
યા મરવાનું હોય
તો ડરવાનું શું ને પછી કોને પરવા ?
તનના તંબુમાં
મરણનો આરબ
એનો ઊંટ સાથે હોય
પણ આપણા આ હોઠ સામે
અમરતના ઘૂંટ હોય
આનંદ લખલૂંટ હોય
પછી કોને પરવા ને કોની પરવા ?
આપણે તો મરજી-વા
ડૂબવા નીકળ્યા
ને જળની કેડી પર નીકળ્યા ફરવા
હવે કોને પરવા ને કોની પરવા ?
રોજ રોજ ડૂબવાનું
રોજ રોજ તરવાનું
રોજ રોજ ઊગવાનું
ને આપણે આથમવાનું:
ફરી પાછું ઊગવાનું:
કાંઈ નહીં પૂછવાનું:
સ્મિત નહીં લૂછવાનું:
કહો, કોને પરવા ?
કહો, કોની પરવા ?

કૃષ્ણને કરવું હોય તે કરે !

દાંત તો હવે દંતકથા ને ચોકઠું ચમત્કાર
તાલ મિલાવી ચાલતો રહું : સમયની વણઝાર
આંખની મારી છીપમાં જુઓ બંધાયાં બે મોતી
એક પછી એક ફેંકી દીધાં : ઝળહળ ઝળહળ જ્યોતિ
પગમાં મારા અડગ ખડક, લોહીનું ઝીણું ઝરણ
ધીમે ધીમે વહેતું રહે : થાંભલા જેવા ચરણ
હાથ તો કદી કંપે જરી : કદીદ શબ્દ ધ્રૂજે
તોયે મારો જુવાનિયો જીવ સૈનિક જેવો ઝૂઝે
ઈન્દ્રિયોનો હદથી ઝાઝો કોણ ભરોસો કરે ?
આપણી એક જ વાત : ‘કૃષ્ણને કરવું હોય તે કરે !’

તમને શી ખબર?

આંસુ પડ્યા આંખો માંથી, તમને શી કદર?
તમે તોડ્યું છે દિલ મારું, એની શી ખબર? 

મળજો મને....

હોય જે કૈં શક્યમાં મળજો મને,
સાવ પૂરા સત્યમાં મળજો મને.

ના રહે અવકાશ કોઈ તર્કનો,
શુધ્ધ એવા તથ્યમાં મળજો મને.

સ્થિર રાખી ચિત્ત હું વીંધી શકું,
એમ ફરતા લક્ષ્યમાં મળજો મને!

બસ મળો તો આપણા થૈને મળો,
ના કદી પણ અન્યમાં મળજો મને.

કોઈ અંતિમનો નથી આગ્રહ 'સુધીર',
એ જ ઈચ્છું મધ્યમાં મળજો મને!

પ્રેમ કરતા પણ પ્રેમ છે !!

પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,
જીવવું મરવું છે તારા પ્રેમ માં…

Happy Friendship Day

એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,
દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે,
હું ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છુ..