Showing posts with label ચાંદની. Show all posts
Showing posts with label ચાંદની. Show all posts

ઝરમર ઝરમર ઝરે ચાંદની.....

ઝરમર ઝરમર ઝરે ચાંદની
જઇ એકલતાને વરે ચાંદની

હો ગુમસુમ કોઈ કે ઉદાસ
તો આંખ ભીની કરે ચાંદની

ખીલવે ક્યારે’ક મૌસમ યાદની
ને પાનખરમાં ખરે ચાંદની

એ ના નીકળે જો બહાર-
તો રહે એના ઘરે ચાંદની

ક્યાંક હોઠ તો ક્યાંક આંખ પર
ક્યાં ક્યાં જઈને તરે ચાંદની

મારી ઉદાસીની ક્ષણોમાં-
તને લાવીને ધરે ચાંદની

તરસ છે દિદારની તારા-
એથીજ તો બધે ફરે ચાંદની

ભલે પછાડે દરિયો માથાં
ક્યાં કોઇથી ડરે ચાંદની