બા'રે મેઘા થયા ખાંગા...

સમી સાંજે વધ્યો ઉકરાટ ને આવી કંઈ મેઘ-સવારી

ઝરમર ડગ ભરતી પછી જામી પડી સાંબેલા-ધારી

ભાં-ભાં કરતા ભાંભરે ઢોર, માથેથી છાર ભીંજાણી


ખાડા-ખામડા ને ગમાણ વાસીંદા આખા પાણીપાણી

એક ઢાકું તો બીજુ પલળે, કામ ની ધોધમાર મારામારી

બા'રે મેઘા થયા ખાંગા ભીતર ખટપટીયા નેવા ચૂંવે


દિવડી બધી હવાય ગઈ તો મૂઈ વિજુડી ઘરમાં જુવે

બીતા બીતા જાગુ એકલી, આ વરસાદી રાત બહુ ભારી

આ ગીત "અલગ" માં ૧૬-૬-૧૯૯૮ માં પ્રકાશિત થયુ હતુ. 

No comments:

Post a Comment