કૃષ્ણને કરવું હોય તે કરે !

દાંત તો હવે દંતકથા ને ચોકઠું ચમત્કાર
તાલ મિલાવી ચાલતો રહું : સમયની વણઝાર
આંખની મારી છીપમાં જુઓ બંધાયાં બે મોતી
એક પછી એક ફેંકી દીધાં : ઝળહળ ઝળહળ જ્યોતિ
પગમાં મારા અડગ ખડક, લોહીનું ઝીણું ઝરણ
ધીમે ધીમે વહેતું રહે : થાંભલા જેવા ચરણ
હાથ તો કદી કંપે જરી : કદીદ શબ્દ ધ્રૂજે
તોયે મારો જુવાનિયો જીવ સૈનિક જેવો ઝૂઝે
ઈન્દ્રિયોનો હદથી ઝાઝો કોણ ભરોસો કરે ?
આપણી એક જ વાત : ‘કૃષ્ણને કરવું હોય તે કરે !’

No comments:

Post a Comment